ધીરજ

(37)
  • 2.9k
  • 1
  • 715

ઈશ્વરકાકાને લકવો થઈ ગયો. એમનું અર્ધું અંગ ખોટું પડી ગયું. મગજને પણ થોડીક અસર થઈ ગઈ. એમના પરિવારને અમેરિકા જવાને એક મહિનાની વાર હતી ને આવું થઈ ગયું. સુમનકાકી અને મહેશભાઈ બંને માદીકરાએ ઈશ્વરકાકાની સારવાર શહેરના જાણીતા ડૉકટર વસાણી પાસે કરાવી. માદીકરાએ પણ ઈશ્વરકાકાની સારી સેવા કરી. એમણે માનેલું કે એક મહિનામાં તો ઈશ્વરકાકાને ઘણોખરો ફેર પડી જશે અને એમના પરિવારને અમેરિકા જવામાં વાંધો નહિ આવે. પરંતુ એક મહિનો પૂરો થવા આવ્યો ત્યારે એમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને આખા પરિવારે અમેરિકા જવાનું બંધ રાખ્યું. ઈશ્વરકાકાના લકવા સામે અમેરિકા જવાનો કાર્યક્રમ હારી ગયો. આ વાર્તા ઈશ્વરકાકાની અને એમના પરિવારની છે. આખા પરિવારનું અમેરિકા જવાનું નક્કી થઈ ગયું હતું, પરંતુ તેઓ અમેરિકા જાય તે પહેલાં ઈશ્વરકાકાને લકવો થઈ ગયો. પરિવારના સભ્યો નિરાશ થઈ ગયા. સારામાં સારા ડૉકટર ઈશ્વરકાકાની સારવાર કરતા હતા. પરિવારના સભ્યો પણ ઈશ્વરકાકાની સારી સેવા કરતા હતા. છતાંય કશું ખૂટતું હતું. શું ખૂટતું હતું એ જાણવા માટે આ વાર્તા વાંચો.