સંબંધ -

(37)
  • 2.3k
  • 3
  • 482

આ વાર્તા વિષે આજના કમ્પ્યૂટર યુગમાં ટાઇપરાઇટર અને ટાઇપિસ્ટ સાથે બહુ જ ઓછા લોકોને પનારો પડે છે. નવાં સાધનોએ જૂના ટાઇપરાઇટરની એ ખટાખટને શાંત કરી દીધી છે. પરંતુ એક જમાનો હતો કે લોકોને અવારનવાર ટાઇપિસ્ટની સેવા લેવી પડતી હતી. ઓફિસોમાં ટાઇપિસ્ટની હાજરી અનિવાર્ય ગણાતી હતી. સરકારી ઓફિસોની બહાર બેઠેલા કોઈ ટાઇપિસ્ટ માટે ટાઇપરાઇટર રોજીરોટીનું સાધન હતું. કેટલીય છોકરીઓ ટાઇપિસ્ટ બનીને પરિવારનો સહારો બનતી હતી. એમાંય અંગ્રેજીના વ્યાપક પ્રભાવના લીધે ગુજરાતી ટાઇપિસ્ટની અછત રહેતી. આ વાર્તાની રચના એવા વાતાવરણમાં થઈ હતી. વાર્તા જૂની છે, પરંતુ આજે પણ પ્રસ્તુત છે.