સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-9

(169)
  • 5.9k
  • 11
  • 2.2k

જેતપુરની ટ્રેન આવતા હું બેસી ગઈ અને મેહુલ સાથે થયેલા ઝગડા વિશે વિચારતી હતી,બાહ્ય પ્રવૃત્તિઓથી દુર રહેવા મેં કાનમાં ઈયરફોન લગાવ્યા હતા અને તેનો ગીતો સાથે મારા ઇમોશન પણ બદલાય રહ્યા હતા.અચાનક મને એક જાણીતા અવાજનો અહેસાસ થયો.મારું હૃદય ધડકન ચુકી ગયું.મેં ઈયરફોન હટાવ્યા. “આપ આપની બૅગ નીચે લેશો તો હું અહીં બેસી શકું મિસ..”એ આવજમાં થોડી ખરાશ હતી. થોડા ઘેરો પણ શાંત અવાજ મને અંદર સુધી ખૂંચી ગયો. મેં ચહેરો ઊંચો કર્યો,તેના ચહેરા પર એક અદભુત સ્મિત હતું જે માર્મિક ક્ષણોમાં જ નિહાળવા મળે છે. ‘રાધિકા,આ બેગ હટાવીશ તો હું બેસી શકું’ એ જ વાક્ય મને ફરી સાંભળવા મળ્યું,હું તંદ્રામાંથી બહાર આવી.જેવી તેણે મારી સાથે આંખો મિલાવી અને નજર હટાવવાનો ઇન્કાર કર્યો કે હું મારા હાથની ધ્રુજારી અનુભવી શકતી હતી.