ધક્કો

(42)
  • 2.5k
  • 3
  • 622

આ એક નાનકડા ગામના પૂજારી મંગળપરીની વાત છે. ગામના શ્રદ્ધાળુઓ મંદિરમાં બહુ પૈસા નહોતા ધરતા, પરંતુ યથાશક્તિ અનાજ ધરતા હતા. એ અનાજ પૂજારીના પરિવાર માટે પૂરતું હતું, પરંતુ પૂજારી વધારે પૈસાની લાલચમાં શહેરમાં ગામના જૂના શેઠને ત્યાં જાય છે. ત્યાં જાય છે તો... ગોપાળજી શેઠના ઘરમાં કેટલાક દિવસોથી ચહલપહલ વધી ગઈ હતી. નાના દીકરા રાજેશનાં લગ્ન લેવાયાં હતાં. રાજેશે ગોપાળજી શેઠને કહી દીધું હતું કે: ‘ઘરને કલર તો મારી પસંદગીનો જ લાગશે. તમારી પસંદગી બહુ વિચિત્ર હોય છે.’ જવાબમાં શેઠે સ્પષ્ટ શબ્દોમાં અકહ્યું હતું: ‘જે જવાબદારી લો એ સમયસર પતાવજો. પછી એવું ન બને કે જાનની બસો ઉપડતી હોય ત્યારે જ કલરવાળા આવીને ઊભા રહે.’ કામ અટક્યાં હતાં એટલે બધાં રઘવાયાં રઘવાયાં થઈ ગયાં હતાં અને બધાનાં મગજ પર સખત દબાણ હતું. આ બધું ઓછું હોય એમ આવીને ઊભા રહ્યા મંગળપરી. પછી શું થાય છે એ જાણવા માટે વાર્તા વાંચવી પડે. વાંચો અને તમને ઠીક લાગે એવા પ્રતિભાવ આપો. -યશવંત ઠક્કર