સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-10

(158)
  • 6.3k
  • 5
  • 2.1k

“હેય,હેય બકુ...આવું તો થતું જ રહે.તેનાથી એવું કંઈ થોડું માની લેવાય કે જિંદગી નીરસ થઈ ગઈ છે. જીવવા માટે ઘણા સારા કારણો હોય છે”મેહુલે રાધિકાને ચૂપ કરાવતા કહ્યું. “ચાલ હું તને મારી લવ લાઈફ કહું,બોવ જ હસવું આવશે હા”મેહુલની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર એક મોટી સ્માઈલ છપાઈ આવી. “હા બોલ”રાધિકા સહમતી દર્શવતા એક સ્માઈલ આપી. “મેં આઠ છોકરીને એક તરફી પ્રેમ કર્યો અને બધી એ મને રિજેક્ટ કર્યો…હાહાહા”મેહુલ ખડખડાટ હસવા લાગ્યો. “શું વાત કરે છે!!!,મતલબ તારા હાથમાં લવ લાઈન છે જ નહીં”રાધિકા પણ હસવા લાગી.