કુછતો લોગ કહેંગે..લોગોકા કામ હે કહેના

(15)
  • 1.9k
  • 12
  • 482

તાન્યા. અમદાવાદનાં એક ધનાઢય કુટુંબની એકમાત્ર લાડકવાયી દીકરી. દેખાવમાં એવી કે રૂપની રાણી રંભાને પણ બાજુમાં બેસાડે. તેનો અવાજ સાંભળવા સ્વર્ગની અપ્સરાઓ ધરતી પર પધારે. શરીરનો મખમલી બાંધવ એવો કે હાથ એની મેળે સરી જાય. એનાં એક-એક પગલે કેટલાય જુવાનિયાઓના હાર્ટબીટ સેન્ચુરી પાર કરી જાય. એના વાળની મહેક આખી કોલેજ માં પ્રસરાતી. તાન્યાને ગીતો ગાવનો અદ્ભૂત શોખ. કોલેજનાં ફંક્શનમાં જે દિવસે તાન્યાના ગીતો ગુંજવાના હોય તે દિવસે હોલ આખો જુવાનિયાઓની જનમેદનીથી ઉભરાઈ જાય. હોલમાં "તાન્યા..તાન્યા" નામનાં શબ્દોનો વરસાદ વરસતો. તાન્યાનો એક-એક શબ્દ મુખરૂપી બાણ માંથી છૂટી તીરની માફક હજારો જુવાનિયાઓના દિલ વેધી નાંખતો. વાળની મહેક, સુરીલો કંઠ, પગની ઝાંઝર, કોમળ