ધરતીનું ધાવણ

  • 3.8k
  • 4
  • 606

"લે હાલ્ય હવે ઝટ કયર, હજી ખાતર વાવતા વારો થાશે 'ને પાશી મેં-સાંટા થાય ઈ પેલા આજ ને આજ જાર પણ વેરી દેવી જોશે." કંકુ ડોશીએ જારના કોથળાને મોઢું બાંધતા દેરાણીને કહ્યું "ભાભી, તમીં કરમશી કાકાને ન્યાંથી વાવણીયો લયને મારગે સડો. હું અમરશીભાયનું શીરામણ બાંધીન નીકળું જ સુ. ઢુંઢીયા ધાર લગણમાં તો હું આંબી જાય તમને, 'ને બીયારણનું બાસકું હું માથે નાખતી આવું સુ." ગઢડા પંથકના માંડવધારના અમરશી પટેલની ખડકીમાં સવારના પો'રમાં દેરાણી-જેઠાણી વાવણીની ઉપાદીમાં ઘરના કામેથી ઉકલીને વાડીએ જવાની તૈયારીમાં હતી. અમરશી 'ને દેવશી બે ભાઈઓ. મુળ તો ઝાલાવાડ પંથકના, પણ સાથીપણું કરવા માંડવધાર આવીને વસેલા. નાતે