સત્ય અસત્ય - પ્રકરણ - 13

(1.1k)
  • 59.7k
  • 47
  • 40.1k

ડ્રાઈવ કરીને પાછો જતો આદિત્ય અને સ્ટુડિયો એપાર્ટમેન્ટના પલંગ પર પડીને છતને તાકતી પ્રિયંકા, બંને એક જ વાત વિચારી રહ્યા હતા, આ શું થઇ રહ્યું હતું? આજ પહેલાં આવી રીતે કોઈનાથી છૂટા પડતા આટલી તકલીફ નહોતી થઇ, બંનેને. આદિત્યએ કહ્યું કે આ દોસ્તી હતી. પ્રિયંકાએ પણ એ જ શબ્દને સ્વીકારી લીધો, પરંતુ ખરેખર આ દોસ્તી જ હતી કે બીજું કંઈ? વારે વારે બંધ આંખો સામે દેખાતો આદિત્યનો ચહેરો પ્રિયંકાને કહી રહ્યો હતો, “હું તને યાદ કરું છું.” ગાડી ચલાવતા સતત યાદ આવતી પ્રિયંકાની બે આંખો આદિત્યને વારંવાર પૂછી રહી હતી, “તું મારા પ્રેમમાં પડી ગયો છે?” મહાદેવભાઈએ બધું જ કહ્યું હતું એટલે આદિત્ય જાણતો હતો કે...