આકાશકુસુમવત્

(6.9k)
  • 2.5k
  • 1
  • 708

આગલા રવિવારની ઘટનાના સંદર્ભે ચર્ચા કરવાના ખાસ પ્રયોજનથી આવેલાં જ્યોતિબેને ઔપચારિક વાતચીત પછી મૂળ વાતે આવતાં કહ્યું, ‘સલમા, તમે લોકો નસીબદાર છો કે ગયા રવિવારનો મામલો આસાનીથી પતી ગયો. પશ્ચિમના દેશોમાં બાળશોષણ અંગેના કાયદાઓ એટલા બધા કડક હોય છે કે આટલી સરળતાથી બાળકો પાછાં ન મળી શકે. જુવિનાઈલ (Juvenile) અદાલતોમાં કેસ મુકાયા પછી માબાપો દ્વારા કેટકેટલી બાંહેધરીઓ અપાય ત્યારે જ બાળકો પરત મળી શકે!’