રેડલાઇટ બંગલો ૨૬

(443)
  • 13.6k
  • 7
  • 8.6k

આજે તો ખુશીનો દિવસ છે. અર્પિતાના માથે કોલેજક્વીનનો તાજ હશે. અને પોતે બીજા નંબર પર આવી જશે. પ્રિંસિપલ રવિકુમારે પૂછાવાના હતા એ બધા જ સવાલના જવાબો આપી દીધા હતા. અને ડાન્સની ઠીક ઠીક તૈયારી કરી લીધી હતી. રચનાને પોતાના શરીરની નબળાઇની થોડી ચિંતા હતી. દવા લીધા પછી થોડું સારું લાગતું હતું. છતાં શરીરમાં જે ઉત્સાહ અને તાજગી હોવા જોઇએ એ અનુભવાતા ન હતા. પછી તેને થયું કે રાજીબહેન છે ને! એ બધું સંભાળી લેશે. પણ આ અર્પિતા આજે ક્યાં મરી ગઇ લાગે છે મારે જ બૂમ મારવી પડશે. રચના હજુ વિચારતી હતી ત્યાં એક મોટો ધડાકો સંભળાયો. તેને લાગ્યું કે અર્પિતાના રૂમમાંથી જ અવાજ આવ્યો છે. શું થયું હશે બંદૂકની ગોળીનો હોય એવો લાગતો નથી. એમ વિચારતી તે અર્પિતાના રૂમ તરફ દોડી.