પ્રેમ - છેલ્લો પત્ર

  • 5.8k
  • 5
  • 1.3k

પ્રિય…હું તારા માટે અહીંયા ક્યાં નામથી સંબોધન કરું? તારા ત્રણેય નામનો અર્થ મારા માટે અલગ છે. અને તે અર્થ તું પણ જાણે જ છે. સાચું કહું તો હું એ હકિકત પણ જાણતો હતો કે જેની લેશ માત્ર શક્યતા નથી તે હું કરી રહ્યો છું. ખરેખર તો મારો ઈરાદો તને પ્રેમ કરવાનો હતો જ નહી, મારે તો બસ બીજાની જેમ જ થોડી મિત્રતા કરવી હતી, એટલે જ તો તારી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી, એમાં પણ તારા પ્રોફાઈલ પર લખેલ પેલું વાક્ય મને તારી સાથે વાત કરવા માટે આકર્ષિત કરતું હતું, એ વાક્ય મુજબ તને થોડું સમજવાની ઈરછા થઈ હતી,