દાઢીધારી બાબા - 2

  • 1.1k
  • 5
  • 378

“ઓહ.. જોરદાર.. તમે..તમે જોરદાર વિચારો છો.. મેં આવું બધું વિચાર્યું જ નહોતું..” હું જરા ઝંખવાણો પડી ગયો. “કેમ, કેમ આવું વિચાર્યું ન હતું??? તેં નહોતું વિચાર્યું તો આ બધું કોણે વિચાર્યું?? આ બધું કોનાં મગજમાંથી આવ્યું??” બાબાએ લાલચોળ આંખ મારી આંખોમાં પરોવી ભારોભાર ગુસ્સા સાથે કહ્યું.. “અ...એ..એટલે!!! હ..હું ક..કંઇ સમજ્યો નહી...” હું અંદરથી સખત ગભરાઇ ગયો હતો. મને એની વાતમાં કંઇ ખબર પડી નહી. મારો અવાજ પણ તોતડાવા લાગ્યો. “હા. તું સાચું સમજ્યો. આ બધા મારા નહી તારા જ વિચારો છે. મને જોઇને સમજી જા. સમીકરણોમાં આટલો બધો ડુબી ના જઇશ. હું તારું જ ભવિષ્ય છું. કેમ, વર્મ હોલ પર