ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 14

(18)
  • 2.9k
  • 1
  • 1k

યુનિવર્સલ સ્ટુડિયોમાં ભણવાનું અને લંચ લીધા પછી સેટ ઉપર અભિનય વ. બધું નિયમિત થઈ ગયું. ધારણા કરતાં વધુ ઝડપે “પ્રેમદીવાની રાધા” આગળ વધી રહી હતી. પ્રિયંકા અને પદ્મજા બન્ને ખુશ હતાં. રિટેક ઓછા થતા હોવાનાં કારણોમાં રૂપાનું આગોતરું વાંચન અને પરીની કુનેહ સાથેસાથે કામ કરતી હતી પણ આ તો મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થતી હતી. એવું લાગતું હતું કે ઍડિટિંગ અને ટ્રિકસીન્સની જરૂર નહીંવત રહેશે. અલય પણ વચ્ચે બે અઠવાડિયાં બે ફિલ્મીગીત શૂટ કરવા માટે આવ્યો. પરી ઇચ્છતી હોવા છતાં અલય બહુ આગળ ના વધ્યો. પણ રૂપા સાથે સ્ક્રિન ઉપર તે બહુ જ ખીલતો.. વિલન સાથે ફોન ઉપર ભારે ડરામણા પ્રસંગો સરસ રીતે ભજવાયા. લાગતું હતું કે સ્ક્રિપ્ટ પ્રમાણે પ્રોજેક્ટ ૨૯ વહેલો પતશે. કદાચ પ્રોજેક્ટ ૨૮ની લગોલગ પૂરો થઈ જાય તો નવાઈ નહીં.