રાતે બધાં ખાટલામાં પડે પડે વાતો કરતાં હતાં.ખાટલા સામ સામે પાથરેલાં હોવાથી એક બીજાના ચહેરા જોઈ શકાતા... લાભુનો ખાટલોએ લક્ષ્મીનાં ખાટલાની સામે થોડો દૂર પાથરેલો હતો..... બન્ને એક બીજાને છુપાઈ છુપાઈને જોતા હતા... થોડીવાર પછી બધા સૂઈ ગયા..... પણ લાભુને ઉંઘ નહોતી આવતી... તે કરવટ બદલ બદલ કરતો હતો... અને લક્ષ્મીને જોઈ કંઈ કેટલાય સ્વપ્ન જોતો હતો...ત્યાં કોઈ પાણીનાં માટલા જોડે ઉભુ હોય તેમ લાગ્યું...