કાલ કલંક-2

(111)
  • 6.6k
  • 8
  • 2.7k

માય ગોડ..! તે આ બધુ કેવી રીતે જાણ્યુ.. શિલાલેખોનું લખાણ છે..! એણે શાંતિથી જવાબ વાળ્યો બટ ઓહ નો ટેન્સી..! ધીસ ઈઝ ઇમ્પોસિબલ..! શૈલીએ માથુ હલાવી નન્નો ભણી રહી હતી. આ મંદિર મારુ વર્ષોથી પરિચિત છે...! ટેન્સીએ ઘટસ્ફોટ કર્યો. ના ના એ પોસિબલ જ નથી..! શૈલીને વિશ્વાસ નહતો થતો. શૈલી..!, ટેન્સી ગભરાહટ સાથે બોલી. શિલાલેખોની ગૂઢ લિપિનો ઉપયોગ ક્યારેક આવી રીતે પણ થતો. શ્રાપિત લિપી બોલવાના વ્યવહારમાં નહોતી. મને લાગે છે પૂર્વ જન્મનાં સંસ્કારો મારામાં આંશિકરૂપે અવતરતા રહ્યાં છે. ટેન્સીની વાતો શૈલી માટે રહસ્યમય હતી. વિસ્મય અને ધ્રુજારી જન્માવે એવી હતી. જોકે તેના શબ્દોની સચ્ચાઈ શૈલી નજર-અંદાજ કરી શકે એમ નહોતી.