સંજીવની... એક પ્રેમ કથા...

(44)
  • 2.9k
  • 14
  • 764

@@@  સંજીવની...  (વાર્તા) એક અનોખી પ્રેમ કહાની...લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'પોતાના ઓરડામાં વાંચન કરી રહેલ અને કોઈ પરિવાર વિનાના અનિમેષ ના ફોનની ઘંટડી રણકી. કોઈનો ફોન આવે ત્યારે ઉપાડવામાં ખૂબ આળસ કરતા અનિમેષે આજે એકદમ ત્વરીતતાથી ફોન હાથમાં લઈ લીધો અને બીજીજ સેકન્ડે ફોન રિસીવ પણ કરી લીધો. અને ન ઓળખવાનો ડોળ કરતા એ બોલ્યો..."હેલો, કોણ...???" અનિમેષ ના આમ અજાણ્યા થવાનું કારણ હતું. હજી આજે પણ એને યાદ છે લગભગ બે વર્ષ પહેલાની એ સાંજ. જ્યારે અનિમેષ ને ફોન કરી પૃથા એ બગીચામાં મળવા બોલાવ્યો હતો અને થયો હતો બે પ્રેમીઓનો અંતિમ અને કરુણ વાર્તાલાપ..."હા, બોલ પૃથા, કેમ આમ અચાનક ફોન