કાલ કલંક - 5

(78)
  • 4.7k
  • 3
  • 1.9k

આજે ભરી સભામાં એક અજનબીએ મારી સંમતિથી પ્રવેશ કર્યો. લઘરવઘર ટૂંકા વસ્ત્રો.. લાંબા લાંબા વાળ.. અને માથે વાંસમાંથી બનાવેલી ટોપી એણે પહેરેલી. કાળા ભરાવદાર જાડી ચામડી વાળા એના જમણા હાથમાં લાંબી ડોંગ હતી. એનો દીદાર જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે એ કોઈ જંગલી છે. રાયગઢ નગરીના રાજા માનસિંહે મારા કોટિ કોટિ પ્રણામ..! જંગલી જેવા લાગતા માનવી ઝૂકીને સલામ ભરી વિવેક કર્યો. બોલો સજ્જન.. રાજા માનસીગ તમારી શું સેવા કરે.. કોઈ સેવાની મારે જરૂર નથી માઈબાપ..! જંગલી માનવે ખુલાસો કર્યો. હું તો આવેલો એક ખાસ વાવડ લઈને. મેં સાંભળ્યું છે કે રાયગઢ નગરીનો રાજકુમાર અન્ન પાણી લીધા વિના સાત સાત દિવસથી પથારીમાં પડ્યો છે..! તમે ઠીક સાંભળ્યું છે સજજન..! કુમારની વેદના એવીને એવી છે. એની દશા બગડતી જાય છે. સુધારો કોઈ જણાતો નથી..! તો ખમ્મા કરો માઈબાપ..! મુજ ગરીબની એક વાત માનો. મારે કશું જ જોઇતું નથી. પણ માણસાઈના નાતે મારો ધર્મ સમજી હું તમને જાણ કરું છું.