કાલ કલંક-8

(77)
  • 5.2k
  • 3
  • 1.8k

દહેશત અને દિગ્મૂઢતા ભરી દશામાં મૂકાયાં હતાં મહારાણી. ક્યારેક-ક્યારેક રણચંડી બની જતી મલ્લિકા અત્યારે સાવ નર્વસ હતી. રાજાએ અલમારી ખોલી નાંખી. સાવ ખાલીખમ અલમારી જોઈ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. ગાત્રો ઢીલા પડી ગયાં. થયો મહારાજ રાણી અરુંધતીએ ડરતા-ડરતા પૂછ્યુ. અરુંધતી મને મલ્લિકાની વાતમાં વજન લાગે છે છતાં બધું નજરે જોવાની ઈચ્છા છે હવે શું કરવા માંગો છો સ્વામી રાણીમાને ગડમથલ અનુભવી કરવું કશું જ નથી આ પણ ત્રણે ઊંઘવા નો ડોળ કરી અહીં પડ્યા રહીએ કમરામાં થતી હિલચાલ નીરખવી છે હમણાં કોઈની નીંદરમાં ખલેલ પાડવી નથી.મને બાપુજીની વાત ઠીક લાગે છે માં મલ્લિકાએ બંદૂક મજબૂતાઈથી પકડતા કહ્યું ત્રણેય મળી ઝડપથી કુમારના પગ નો ભાવ સાફ કર્યો પછી એને ઊંઘવા દે એનાથી દસેક ફૂટ દૂર કરેલી પથારીમાં તેવો આડો થયો કમરામાં થોડીવાર પહેલાનો સન્નાટો વ્યાપી વળે નાની 5 નેનો પણ અવાજ ચોખ્ખો સંભળાય એવી શાંતિ કમરામાં જન્મી હતી બારીઓ વાટે થી વહાવતો મંદ મંદ પવન ક્યારેક બારીઓના પડદાની જતો હતો કુમારનો શ્વાસોચ્છ્વાસ સંભળાતો હતો કોઈ નવો ખટકો કોઈ નવો જ અણધાર્યો અવાજ સાંભળવા મળે એ આશાએ સતેજ રાખે ત્રણે પડ્યા હતા કમરામાં અડધો કલાક સુધી ધેરી ચૂપકીદી પ્રવેશી રહી એમની ધીરજનો અંત આવ્યો કોઈક વિચિત્ર અવાજ ત્રણેયના કાંઈ સતર્ક થઈ ગયા રાણીમાને મહારાજનો હાથ દબાવી ઈશારો કરી મહારાજ મોઢા પર આંગળી મૂકી ચૂપ ચાપ પડ્યા રહેવાનો સંકેત કર્યો મલ્લિકાનું હૈયું બમણા વેગે ધડકવા લાગ્યું કમરામાં વ્યાપેલા શ્વેત ઉજાસમાં રાજાએ પ્રત્યેક ખૂણે નજર નાખી.