કાલ કલંક-11

(78)
  • 5.2k
  • 2
  • 1.8k

કુમારનું મોત મેં નજર સમક્ષ જોયું છે. મહારાજ રાણીમા અને મરનાર ચોકીદારોની રીબામણને હું કલ્પી શકું છું. તારા માટે મારા હૃદયમાંથી દયા નો દરવાજો બંધ થઇ ગયો છે.! ઠીક છે ત્યારે રાણી સાહેબા તમે ફેસલો કરી જ લીધો હોય તો બચાવમાં મારે હવે કંઈ કહેવું નથી તેમ છતાં આપ સૌના ભલા માટે એક વાત કહેવાની મારી ફરજ સમજુ છું. અઘોરી હતાશ થઈ બોલતો હતો એના શબ્દોમાં પીડા હતી મળતો માણસ કદી પણ જૂઠું બોલતો નથી હું પણ નહિ બોલું હા રાણી સાહેબા દેડકો મારુ ભક્ષણ તો કરી જશે પણ દેડકાને મારૂ માંસ કે મારું રક્ત ક્યારેય પચશે નહીં.!