ચુંબકીય તોફાન (ભાગ-૬)

  • 2.2k
  • 1
  • 880

6. VSGWRI બન્યું આખા ભારતનું હેડક્વાર્ટર બન્યું પ્રાઇમ મિનિસ્ટર સાથે મીટિંગ પુરી કરી અર્જુન બહાર આવ્યો. વિશ્વ ઉપર આવી પડેલ આ સમસ્યાનો તોડ કાઢવાની જવાબદારી ભારત દેશના પ્રતિનિધી તરીકે અર્જુનના શિરે હતી અને અર્જુનનું મગજ સતત એ બાબત વિશે જ વિચારવામાં વ્યસ્ત હતું. પ્રાઇમ મિનિસ્ટર ઓફીસના એ વિશાળ કમ્પાઉન્ડમાંથી એ ચાલતો ચાલતો ઓટોમેટીક ફ્લાઇંગ કાર પાર્કીંગ તરફ જઇ રહ્યો હતો. પ્રાઇમ મિનિસ્ટરની ઓફીસેથી જ એને સ્પેશ્યલ ફ્લાઇંગ કાર આપવામાં આવેલી. આમ તો તમારી પાસેથી કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જે પહેલેથી તમારી ફ્લાઇંગ કાર સાથે પેર કરેલી હોય, તેનું એક બટન દબાવતાં જ કાર એની મેળે એના માલિક સુધી આવી