ચુંબકીય તોફાન (ભાગ-૭)

  • 2.5k
  • 2
  • 863

7. મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ એણે તાત્કાલીક કડી તાલુકાના એ સ્થળની રૂબરૂ મુલાકાત લેવાનું નકકી કર્યું. અર્જુને એનાં સાથી વૈજ્ઞાનિકોને વિશ્વમાં બનતી ધટનાઓ સાથે અપડેટ રહેવાનું તેમજ વિશ્વના અન્ય વૈજ્ઞાનિકો તરફથી મળતી રજેરજની માહિતી પર સતત નજર રાખવાની સુચનાઓ આપી દીધી. એ ફટાફટ બહાર આવ્યો, ત્યાં એની ફલાઇંગ કાર પાર્કીંગ પ્લેસમાંથી બહાર આવીને એની રાહ જોતી ઉભી હતી, એમાં એ બેઠો અને પુરઝડપે મહેસાણા જીલ્લાના કડી તાલુકા તરફ ગાડીને હંકારી મુકી. લગભગ વીસ મિનિટમાં તો એ કડી પહોંચી ગયો. એક વિશાળ મેદાન જેવી ખુલ્લી જગ્યામાં એણે કારનું લેન્ડીંગ કર્યું. એ નીચે ઉતર્યો ત્યાં તો કાર એની રીતે જગ્યા શોધી ઓટો પાર્ક