રોહિણી

(33)
  • 2.3k
  • 377

આમ વાતને ફેરવી તોળીને હું ઝડપભેર ‘અચ્છા તો બાય’ કહીને ઘર બહાર નીકળી ગયો, પણ રોજની જેમ જમણા હાથની આંગળીઓ હલાવતાં રોહિણી તરફથી મને પ્રત્યુત્તરરૂપે ‘બાય’ શબ્દ સાંભળવા ન મળ્યો. મને મારું સ્વમાન હણાતું લાગ્યું. દસેક ડગલાં આગળ વધ્યા પછી ઇચ્છા થઈ આવી કે પાછો ફરીને તેના ગાલ ઉપર ચણચણતો તમાચો જડીને જ જાઉં, કદાચ જીવનમાં પહેલી વાર પણ મેં સ્વસ્થતા ધારણ કરી લીધી.