સ્ટારડમ - 15

(36)
  • 3.1k
  • 1
  • 1.1k

અહીંયા પણ મને એ જ ડર છે , આર્યન એના સ્ટારડમ નો ઉપયોગ કરી એની ફિલ્મ નું પ્રમોશન અત્યાર થી જ કરવા લાગ્યો છે. નૈના ઇટ્સ ટાઈમ કે હવે તું તારી ફિલ્મ ને પ્રમોટ કર , ઓફિશિયલી નહીં ,પણ તારી રીતે એવું કંઈક કર કે લોકો ને તારી લાઈફ માં ઇંટ્રેસ્ટ જાગે. અહીંયા પલક ને નૈના ના કરિયર ની ચિંતા નહતી ,પણ એ પલક ની પણ પેહલી ફિલ્મ હતી અને ક્યાંક આર્યન અને નૈના ના આ કોલ્ડ વોર વચ્ચે નૈના ની ફિલ્મ એટલે કે પોતાની ફિલ્મ જરા પણ ન ચાલે. એ ડર ને કારણે પલક અહીંયા નૈના ની ચિંતા કરતી હતી. આર્યન ના ફિલ્મ ની ન્યુઝ સાંભળી એક વખત પલક ને એ વિચાર પણ આવ્યો હતો કે , શા માટે કિશોર પંડ્યા ની ફિલ્મ એને નૈના ને સજેશટ કરી , હાથે કરી ને મેં મારા જ પગ માં કુહાડી મારી.