ચુંબકીય તોફાન (ભાગ-૮)

(12)
  • 2k
  • 2
  • 807

8. અરોરા (Aurora) કલોલની એ રહેણાંક વસાહતમાં ટોઇલેટ, બાથરૂમ અને રૂમમાંની ટાઇલ્સો વચ્ચેની તિરાડોમાંથી ભુગર્ભ ગેસ નીકળી રહ્યો હતો. અર્જુન અને ડૉ.રાધાકૃષ્ણન એ સોસાયટીના લગભગ તમામ ઘરોનું ચેકીંગ કરી આવ્યાં હતાં. સરકારના કેમીકલ વિભાગ તથા ઓઇલ અને નેચરલ ગેસ વિભાગના સરકારી પ્રતિનિધિઓ પણ ત્યાં મોજુદ હતાં. એ લોકો પણ આ કુદરતી વાયુનું પરિક્ષણ કરી રહ્યાં હતાં. આ સમયે અર્જુનનું મગજ કંઇક અલગ જ થિયરી વિચારી રહ્યું હતું. અમેરિકામાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું તળીયું નીચું ગયું હતું જ્યારે અહીં ભારતમાં તળીયું એટલું બધું ઉંચુ આવી ગયું હતું કે ખનિજ તેલ સ્વયંભૂ ઓવરફ્લો થઇ રહ્યું હતું. શું આનો સીધો એવો