નવો અધ્યાય

(36)
  • 2.5k
  • 2
  • 419

"મમ્મી મમ્મી  પપ્પા ક્યારે ઘરે આવશે? મારે પણ તેની સાથે રમવું છે. ઘોડો-ઘોડો કરવો છે.મારે પણ પપ્પા સાથે ગાર્ડનમાં ફરવા જવું છે. બધાના પપ્પા રોજ મારી ફ્રેન્ડને સ્કૂલ છોડવા આવે છે.મારા પપ્પા જ નથી આવતા! પપ્પાનો ફોન આવે તો કહેજે હું તેનાથી નારાજ છું." નવ વર્ષની અમીએ તેની મમ્મીને કહ્યું. "તારા પપ્પા વિદેશ ગયા છે. બહુ જલ્દી આવી જશે...." "મારી ફ્રેન્ડ રશ્મિની મમ્મી તો કહેતી હતી. તારા પપ્પા જેલમાં છે. આ જેલ શુ હોય મમ્મી?" કવિતા મુંજાય ગઈ. ખબર નહી કઈ રીતે આટલી નાની છોકરી સામે આવું બોલતા તેનો જીવ ચાલ્યો હશે? " તારું હોમવર્ક બાકી છે. પહેલા તું   તે