ચુંબકીય તોફાન (ભાગ-૧૧)

  • 2.3k
  • 3
  • 888

11. વાદળો જ વાદળો ભુકંપ ચાલુ હતો અને અર્જુન ઉભો થવા ગયો પણ સંતુલન ન જળવાતા પડી ગયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ ભુકંપ ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી ચાલી રહ્યો છે. રિક્ટર સ્કેલ પરના આંકડા સતત વધે જતાં હતાં. રિક્ટર સ્કેલ છેક ૯.૫ સુધી અને થોડીવાર પછી ૯.૬ સુધી પહોંચ્યો. આ ૯.૬નો ભુકંપ સતત અગિયાર મિનિટ પચાસ સેકન્ડ સુધી ચાલ્યો. વિશ્વના ઇતિહાસનો આ સૌથી લાંબો ચાલનારો ભુકંપ હતો. ૨૨ મે, ૧૯૬૦ના રોજ ચિલીમાં આવેલ ભુકંપ વિશ્વના ઇતિહાસનો સૌથી ભયાનક ભુકંપ હતો જેનો રિક્ટર સ્કેલ ૯.૫ હતો. એ લગભગ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો. ગુજરાતના આજના આ ભુકંપે