એક સ્મરણ.....

(30)
  • 1.9k
  • 4
  • 420

મારુ ઘર પાલનપુરના અંબિકા નગરમાં છે. મારા ઘરની સામે જ રેલવે સ્ટેશન પડે છે. એક જ કોન્ટ્રાક્ટરે બનાવેલા ઘરની હરોળમાં પ્રથમ ઘર મારુ. મારા ઘરની અગાસીથી સામે રેલવે સ્ટેશનમાં આવતી માલગાડી, ભારખાના અને ત્યાં ફરતા અલક-મલકના લોકો એક છવાળા દેખાય. રેલવે સ્ટેશનને હું તો પચરંગી મેળો જ કહું! અહીં તો બધાય ધર્મના લોકો આવે. હિન્દૂ, શીખ, ઇશાઈ, પારસી, જૈન, મુસલમાન બધા જ અહીં આવે. એમાં કોઈ રૂપિયાવાળો તો કોઈ ગરીબ, કોઈ સીધો તો કોઈ વાંકો, કોઈ સુખી તો કોઈ દુખિયારો, કોઈ શહેરી તો કોઈ ગામડિયો બધાય રંગના જીવ અહીં દેખવા મળે. હું સાંજે ઘરે આવું એટલે મને અગાસીએ જઈને રેલવે