તાલ પુરાવે દિલની ધડકન - 2

(23)
  • 2.8k
  • 4
  • 396

પૂજાએ નક્કી કરી લીધું હતું કે, હવે એને તકલીફ આપતી કોઈ વાત નહિ કરે, બસ એ ફટાફટ સાજો થઇ જાય પછી જ એને પૂછશે કે એ ગીત થી એને કેમ અણગમો આવી ગયો શું હવે એને મારી સાથે પણ અણગમો આવી ગયો હશે એના માટે એ ગીત એટલે હું,! એ ગીત એની રગેરગમાં દોડે છે. મને જોઇને તરત જ એ આ ગીતની લાઈનો ગાતો. હું એને પાણી નો ગ્લાસ આપતી ત્યારે પણ એને એ ગીત ગાવાનું બહાનું મળી જતું. “આજ પીઉં દરશનનું અમરત કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશિક હું એકલો.!” એનાં નખરાઓ ક્યારેય ખૂટતા નહિ.