અમુલ્ય ભેટ

(41)
  • 1.3k
  • 2
  • 439

કાળુંને બાપા ગુજરી ગયા એટલે એમા રીત રિવાજો, સમાજ જમાડવામાં ને કુવાસીઓને ઓઢામણા આપવામાં બે વિધાની કટકી ( ખેતર ) વેચવું પડ્યું! ચોથા દિવસ સુધી કાળું આમ તેમ સગા વ્હાલાઓમાં ફર્યો પણ કોઈએ રાતી પાઈએ આપી નહિ! લાલ ત્રોમ્બીયો મળ્યો નહિ! સવજી ભાટાએ ગામમાં બધાને ત્યાં ટાણે કટાણે ( સારા અને ખરાબ પ્રસંગોએ લગ્ન અને મૃત્યુમાં ) બધાને ત્યાં વાળું પાણી લીધેલા. હવે સવજી ભગવાનને ઘેર ગયા ને જો એ બોજો ન ઉતારે તો કાળુંને જીવતર જાણે ધૂળમાં મળ્યું! કાળુંએ તો ગામના રૂપસી પટેલ શાહુકાર પાસે જઈને કટકી ગીરવે મૂકીને પચાસ હજાર રૂપિયા લઈ આવ્યો. બાપુજી પાછળ ગામ, સમાજ જમાડયું