મૃગજળની મમત-1

(144)
  • 7.6k
  • 17
  • 4k

ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી.બેચેન હતી.હા આ એનો અલાયદો ખંડ હતો.જેમાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી.કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ.કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં.એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું.એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી.કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો.કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી