‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે!’

(15)
  • 1.4k
  • 2
  • 435

વાત એમ બની હતી કે છેક બિહારથી નવાસવા આવેલા એક કોચમેન નામે નરસિંહે કોર્પોરેશનના એક ઈન્સપેક્ટરની લાંચની માગણીને જ્યારે ખારિજ કરી હતી, ત્યારે પેલા લુચ્ચાએ ઘોડાની ગરદન ઉપર ચાંદુ હોવાનો ખોટો કેસ મૂકીને ઘોડા અને ગાડી બેઉને જપ્ત કરીને કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં ઊભાં કરી દીધાં હતાં. નરસિંહને કોઈકે આપેલી સલાહ અનુસાર તે જ્યારે તમારી પાસે રાવ નાખતો આવ્યો, ત્યારે તમે નરસિંહને એકી ધડાકે જણાવી દીધું હતું કે પોતાના તબેલામાં ફાજલ બાંધેલા ઘોડાઓમાંથી તેને ઠીક લાગે તેવો કોઈ ઘોડો લઈને પેલી એકલી ગાડીને છોડાવી લાવે.