માણસાઈના દીવા - 17

(34)
  • 5.2k
  • 6
  • 1.7k

એ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જેલે જવું પડે. “કાં, અલ્યા ભગત !” પેટલાદ જેલના જેલરે આ જુવાન કેદીને ખબર આપ્યા : તારી મુલાકાતે આવી છે તારી મા હેતા.” મા-દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માંહોમાંહે વાતો કરતા હતા : “ઓરતો તો ઘણી દીઠી પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઈ રૂપ દીઠું નથી.” “છોકરો તો બાપડો એની મા આગળ બચોળિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો બાકી, કંઈ વધુ વેતા નથી બળી લાગતી !”