×

વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો ...Read More

“ઓરખો છો ?” પંચાવનેક વર્ષ્ની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો. “ના ઓળખાણ પડતી નથી.” નવા કેદીએ પોતનો સુક્કો ચહેરો હલાવીને એ મુકાદમ ...Read More

રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ ...Read More

મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ – ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે : ગામડે ગામડે ...Read More

તે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. મહારાજ પણ મંડળીમાં ભેળા હતા. ઊંધિયું ખવાય છે. સ્વાદ સ્વર્ગીય છે. લિજ્જત જામી પડી છે. એમાં કોઈક ખબર લાગ્યું કે, ...Read More

પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં. હોઠે આવેલી વાત પણ પાછી ઊતરી જાય, એવો એક ...Read More

યાદ રાખો : સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ... ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ચોરે ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા ઠાકરડા બેઠા બેઠા ચુપચાપ સાંભળી રહેલ છે : યાદ રાખો ! યાદ ...Read More

મહારાજ ! હો. કશું જાણ્યું ? શું ? કણભા ગામે ચોરી થઈ : લવાણાના ઘીના ડબા ગયા. પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવામાં આવ્યા તે પોલીસ–થાણાના ફોજદાર નહોતા, ...Read More

મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પા મોત એને મારગમાં એ વાડી તરફ ...Read More

ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ચાલ, આમ આવ! ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: ...Read More

બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે 'પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો. તે 'હૈડીઆ વેરો' નામે જાણેતો છે. આ અન્યાયી વેરા સામે 'ના–કર'ની લડત ...Read More

જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો (સરકારી પસાયતો) હતો. મૂઉં ! બૈરી બીજા સાથે પ્રેમ ...Read More

ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ મહારાજ અમારે ત્યાં ના આવે ? “ “ના શા માટે આવે ?” એમ કહેવરાવીને ચરોતરવાળા એક વાર મહારાજને સાંપરા તેડી ગયા. ત્યાં સાંપરાવાળાઓએ પેટની વાત કહી કે, ...Read More

મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાદીને ગંધાઈ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યો છે : ...Read More

નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોરી થઈ હતી. ...Read More

જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી ...Read More

એ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જેલે જવું પડે. “કાં, અલ્યા ભગત !” પેટલાદ જેલના ...Read More

બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, એ રહી—ઢોરાં ચારે. આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટાણે તમામ કુટુંબ સહિત કેદમાં ...Read More

રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા ...Read More

દરિયા ! ઓ દરિયા ! શું છે, મહી ? મારી જોડે પરણ. નહીં પરણું. કેમ નહીં ? તું કાળી છે તેથી. જોઈ લેજે ત્યારે ! એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો ...Read More

૧.નાવિક રગનાથજી ૨.નૌજવાનનું પાણી ૩.નાક કપાય ૪.મર્દ જીવરામ ૫.બંદૂકની સામે બ્રાહ્મણ ૬.ગોળીઓના ટોચા

૧. ધર્મી ઠાકોર ૨. ’ક્ષત્રિય છું’ ૩. સ્વયંસેવકની શી જરૂર છે ? ૪. ઘંટી તો દીધી

૧.કામળિયા તેલ ૨.’જંજીરો પીઓ !’ ૩.પાડો પીનારી ચારણી ! ૪.તોડી નાખો પુલ !