સત્ય અસત્ય - પ્રકરણ - 25

(980)
  • 49k
  • 43
  • 34.2k

થોડીવાર માટે સોનાલીબહેન ચૂપ થઇ ગયા. એક ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી કહી નાખ્યું, “મેં તને કહ્યું હતું ત્યારે મને કલ્પના નહોતી કે મારો દીકરો આટલો બધો મોટો અને સમજદાર થઇ ગયો હશે. જિંદગીને જોવાના તારા અને એના ચશ્મા અલગ છે, અમોલા. હવે દીકરી જોઈતી હોય તો તારે અહીં આવીને રહેવું પડશે. મને એ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી.” સોનાલીબહેને ફોન મૂકી દીધો. અમોલા થોડી વાર ફોન પકડીને અવાચક ઉભી રહી. મિસિસ ઠક્કર એને હચમચાવીને પૂછતાં રહ્યા, પણ અમોલા પાસે કોઈ જવાબ ન હતો. ભાંગેલા પગે એ ત્યાં જ બેસી પડી. એનું મન એટલું ક્ષુબ્ધ થઇ ગયું હતું કે એ રડી પણ ન શકી.