નવ રાતની નવલકથા, દાંડિયાની જોડ, ભાગ – ૬

(31)
  • 3.5k
  • 3
  • 1.5k

ભાગ – ૬ કોલેજમાં સ્વરાને રિધમ સામે દેખાતા જ તે ઝડપથી તેની પાસે ગઇ અને કેન્ટીન પાસે જ ઉભો રાખ્યો. રિધમ દરરોજ દાંડિયા લાવવાનું ભૂલી જતો અને બહાના બનાવતો હતો. ‘રિધમ... તું મને પેલી દાંડિયાની જોડ આપી દે...’ સ્વરાએ રિધમ પાસે આજે તો પઠાણી ઉઘરાણી કરી. ‘સ્વરા... એ દાંડિયાની જોડ તો અદ્ભૂત છે, તને નવરાત્રિ પછી આપું તો ન ચાલે...?’ રિધમે એ રીતે કહ્યું કે તેને દાંડિયા આપવાની ઇચ્છા ન હોય. ‘મારા પપ્પા કેમ જાણે રોજ પુછે છે... !! મારે શું કરવું....? અને તને તે જોડ કેમ ગમવા લાગી...? શું છે તે દાંડિયાની જોડમાં...?’ સ્વરા તો ગુસ્સે થઇ અને રિધમને