જ્યાં મળી શકાય મને પોતાને એવો એકલતાનો અરિસો થયો છે ગેરવલ્લે

(15)
  • 2.9k
  • 3
  • 729

જ્યાં મળી શકાય મને પોતાને એવો એકલતાનો અરિસો થયો છે ગેરવલ્લે અમદાવાદની વાત કરીએ તો છેલ્લાં એક દાયકામાં તેણે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. બીઆરટીએસથી શરૂ કરીએ તો હવે મેટ્રોના પણ ભણકારા વાગી રહ્યા છે. કોટવિસ્તારમાં રહેતું અમદાવાદ હવે મહેમદાવાદ સુધી વિકસી ગયું છે. તેની સીમાઓ લંબાતી જાય છે અને દરિયામાં નદીઓ ભળે તેમ જાતભાતના લોકો અહીં આવીને વસતા જાય છે. આવા અમદાવાદ અને તેમાં રહેતા આપણે બધા... આ અમદાવાદને ટાઈમ ટ્રાવેલમાં મૂકીને એક દાયકા પહેલાં જઈએ તો શું યાદ આવે. શહેરા રસ્તા વિશાળ અને ટ્રાફિક ઓછો હતો. બાળકો રસ્તા ઉપર સાઈકલો લઈને આમતેમ ફર્યા કરતા, સ્કૂલે જતા અને મિત્રો