મુક સાથીદાર

(32)
  • 3.1k
  • 6
  • 742

સંયુકતાના ચહેરા પર ખુશી આજે ઉભરાઈ રહી હતી. એની જીવનની અનમોલમાની એક નહિ પણ એકમાત્ર અનમોલ પલ આજે હતી. સંયુકતા આજે પ્યોર ભાગલપુરી સાડી,ને ઉડીને આંખે વળગે એટલી સાદગીભરી માત્ર નામની જ્વેલરી પહેરી પોતાની ઉંમરને સિફતથી છુપાવી શકતી હતી. સંયુકતાના નેત્રપટલ પર ચાલીસ વરસના લેખા જોખા છવાઈ ગયા. અખિલભાઈ કે. ત્રિવેદીના બે સંતાનોમાં સંયુકતા નાની. ભાઈ મન દસ વર્ષ મોટો. અખિલભાઈને સંયુકતા બહુ બાધાઓ બાદ મળેલી. દીકરીને રમાડવાના અભરખા તેમને માનસરોવર સુધી લઈ ગયા. જો દીકરી આવે તો દર વર્ષે શિવબાબાના દર્શને તેને લઈને આવશે એવી મનોમન પ્રાર્થના પણ કરી નાખી. ને સંયુકતાના જન્મ બાદ તેઓ દીકરીને બહુ લાડકોડથી ઉછેરવા