અધુરા અરમાનો-૩૮

(36)
  • 2k
  • 12
  • 775

બે જીવ જ્યારે મળીને એકાકાર થઈ જાય અને એ એકમય બની ગયેલા જીવોને સંજોગો જ્યારે અળગા કરી દે ત્યારે થતી વિરહની વેદનાને જેને જાણી હોય, પામી હોય એ જ માણી શકે. કિન્તુ અત્યારની દુનિયામાં દિવાનાઓની દિવાનગીના વિયોગભર્યા દર્દને ભાગ્યે જ કોઈ જાણી શકે છે. વરસાદના વિયોગે તડપતા ચાતકની જેમ તડપી રહેલા સૂરજની હાલત કોઈથી જોઈ જાય એમ નહોતી. એક દિવસ જેલના મુખ્ય પોલીસ ઓફિસરની નજર કણસતાં સુરજ પર પડી. એમણે લાગણીસભર સાંત્વના આપીને સૂરજની વીતકકથા જાણી. પ્રેમના રંગોથી લથબથ થયેલી સૂરજ-સેજલની પ્રેમ કહાની સાંભળીને એ પોલીસ ઓફિસર લાગણીથી ગળગળો થઈ ગયો! સંસારના દિવ્ય પ્રેમની આવી હાલત! અને સૂરજને એની સેજલ જોડે પહોંચાડવાની હૈયાધારણા આપી. માનવતાના પુજારી એવા એ પોલીસ-ઑફિસરે આઠ દિવસથી જેલમાં પડેલા સૂરજને માત્ર બે દિવસમાં જ છોડાવીને અમેરિકા જવાની બંદોબસ્ત કરી આપી. સૂરજને જરૂરી વસ્તુઓ આપીને અમેરિકાના મુખ્ય સ્થળોની માહિતી સાથે એને અમેરિકા પહોંચાડી દીધો.