અભ્યંતર

  • 3.5k
  • 2
  • 1k

અભ્યંતર abhyantar ગઝલ સંગ્રહ પ્રવીણ શાહ Pravin Shah માતૃભારતી પર મારા બે પુસ્તકો અભ્યસ્ત અને અભ્યસ્ત 2, આપ સૌએ વાંચ્યા છે અને તેમાંની રચનાઓ સૌને ગમી છે. આજે અહીં અભ્યંતરમાં મારા-તમારા દિલની વાતો લખી છે જે આપ સૌને વાંચવી ગમશે તો મને ખૂબ આનંદ થશે. વાંચ્યા પછી આપનો અભિપ્રાય જરૂરથી આપશો. - પ્રવીણ શાહ કાયમ હશે... આજ આડે કાલ પણ કાયમ હશે,અહીં સમયના દાવ પણ કાયમ હશે. સૂર્ય જેવો સૂર્ય સાંજે આથમે,દિન પછી તો રાત પણ કાયમ હશે. કામ આખી જિન્દગી રહેવાનું છે,ઊંઘ, ને આરામ પણ કાયમ હશે. હસ્તરેખાઓ હશે છેવટ