મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 2

(36.3k)
  • 2.5k
  • 6
  • 768

પર્વતોની હારમાળામાંથી બસ નીકળી રહી હતી.  ધક, ખૈર, મહુડો,નિમ ચમેલી, પલાશના મોટા મોટા વૃક્ષોની તળેટીમાં હારમાળા દેખાતી હતી. ખેરનો વૃક્ષ પુરા રાજેસ્થાનમાં પર્વતીય વિસ્તારમાં વધુ જોવા મળે છે. ચોમાસું તેની ચરમ પર હતું. પર્વતોની આસપાસ મંડરાઈ રહેલા વાદળો દેખાવે ખૂબ આકર્ષિત લાગતા હતા. જીવનની સુઊથી સુંદર પ્રવાસોમાંનો એક પ્રવાસ હતો. જ્યાં મંજિલથી પણ સુંદર આ ટ્રાવેલિંગ લાગી હતી. બનેના કાનમાં એક એક હેન્ડ્સ ફ્રી મૂકી, મધુર સંગીત સાથે વરસાદ પવનોના મોજાઓમાં મન થનગનાટ કરી રહ્યું હતું.વાતાવરણ ખૂબ જ રમ્ય હતું. વરસાદી ઠંડા પવનો બંનેના શરીરમાં ગુદગુદિ કરી રહ્યા હતા. શબ્દો મૌન હતા.આંખની ભાષામાં નીલ જાણે જાનકી માટે ગઝલના શેર કરી