ભગિનીભાસ

(32)
  • 1.5k
  • 5
  • 498

મેં ઓફીસ જવાની તૈયારી કરી અને હું નીકળ્યો. દરવાજે પહોંચ્યો કે મને નેહાનો અવાજ સંભળાયો. "ક્યાં ઉપડ્યો હીરો ?" નેહાએ એની અદા માં મસ્કો મારતા પ્રતિકને કહ્યું. પ્રતીક મારો પડોશી. એણે હમણાંજ જવાનીમાં પગ મૂક્યો હતો. હમણાં જ બી.કોમની પરીક્ષા આપીને પ્રતિકે રમણિક ભાઈ પાસે જીદ કરીને નવું કે.ટી.એમ. ખરીદ્યું હતું તે બસ ફરવાનું ને ફરવાનું. હું ઓફિસે જાઉં એ સમયે પ્રતીક ફરવા નીકળી પડે અને સાંજે મોડો ઘરે આવે. નેહા પ્રતિકની કઝીન હતી. નેહા ને ભાઈ નહોતો ને પ્રતીક ને બહેન. પ્રતીક અને નેહા વચ્ચે રાત દિવસનો તફાવત. પ્રતિકના પિતા રમણિક ભાઈ લાખો પતિ ને નેહા ને પિતા હસમુખ