કટપૂતળી.....

(43)
  • 2.4k
  • 10
  • 718

કટપૂતળી..... ( વાર્તા ) @ વિકી ત્રિવેદી સ્વામી આનંદ દાદાની ગાડી ઉભી રહી. સંચાલકો સાથે બીજા માણસોનું ટોળું દોડી આવ્યું. એક અગ્રણીએ ફોર્ચ્યુનરનો દરવાજો ખોલ્યો અને સ્વામી આનંદે પગ નીચે મુક્યો. સફેદ ધોતી ઘૂંટણ નીચે ફરકતી હતી અને ઉપર સ્વામીએ રોજની જેમ લાલ ઝભ્ભો પહેર્યો હતો. વધેલી દાઢી મૂછ અને માથામાં નાના વાળ લઈને સ્વામી આનંદ ઉતર્યા. તે કઈક વિચાર તંદ્રામાં હતા. બંને તરફ માણસો ઉભા હતા. હાથ જોડી અભિવાદન કરતા લોકોને આનંદ કાયમ સામા નમસ્કાર કરતા પણ આજે એ સીધા જ જપાટાભેર સ્ટેજ ઉપર ચાલ્યા ગયા. ઘડીભર એ લોકો સામે જોઈ રહ્યા. રોજની જેમ ગાદી ઉપર બેસવાને બદલે એ