અધુરા અરમાનો-૪૦

(47)
  • 2.4k
  • 5
  • 926

સુરજની હાલત જોઈને પરમપિતા પરમાત્માએ પ્રેમાળ ભાવે કહેવા માંડ્યું: હે વત્સ, સૂરજ! માણસનું સર્જન કરવામાં મને હજારો વરસ લાગ્યા. બીજા હજારો વર્ષ મે એનામાં માણસાઈનું ઘડતર કરવામાં કાઢ્યા! માણસાઈથી ભરેલો માણસ જ્યારે દેદીપ્યમાન થઈને દિપવા લાગ્યો ત્યારે મેં એને અવનીની વાત બતાવી. માણસે અવની પર નજર કરી. અને અન્ય જીવોની સ્થિતિ જોઈને મારી પાસે પાછો આવ્યો. મને આજીજી કરવા લાગ્યો, હે પૂજ્ય પરમપિતાશ્રી! અવની પર જઈને ટકવા માટે મને એક તત્વની કમી મહેસૂસ થાય છે. એ તત્વ એટલે પ્રેમ! પરમપિતાશ્રી મને પ્રેમ આપો. એ પ્રેમનું ઘડતર કરીને એ માણસમાં ભરતાં મને હજારો વર્ષ લાગી ગયા. પછી મેં માણસાઈ અને પ્રેમના અમૂલ્ય અલંકારોથી શણગારીને એ માણસને ધરતી પર મોકલ્યો! એ માણસે આજે ધરતી પર જઈને શું કર્યું જેને શણગારવા માટે થઈને હજારો વર્ષ વિતાવી નાખ્યા છે આજે સહેજે એ તત્વોને લીલે લાકડે દઈ બેઠો છે! આટલું બોલતા એની આંખમાંથી આંસુના મોતી પડ્યા.