હું , ગરીબી અને મારી પત્ની !

(84)
  • 3.7k
  • 12
  • 837

હું , ગરીબી અને મારી પત્ની ! ( વાર્તા ) @ વિકી ત્રિવેદી કોણે કહ્યું કે હમરાહી હાથ ચુમ્યા કરે ? આ ઘર છે અહીં થોડી ઝંઝાળ પણ હોય ! પ્રેમ કઈ મીઠા શબ્દો પૂરતો સિમિત નથી ,એમાં ક્યારેક ક્યારેક બે ગાળ પણ હોય ! ઠંડો વાયરો છે ઇશ્ક આમ તો ઉપેક્ષિત , છતાં એમાં થોડી ઘણી વરાળ પણ હોય ! વરસે છે મહોબત એની રીતે એના સમયે ,કિન્તુ કોઈ વર્ષે એમાં દુકાળ પણ હોય ! જીવન એનું જ તો નામ છે દોસ્તો જેમાં, સુખનો તો ક્યારેક દુઃખનો કાળ પણ હોય ! - ઉપેક્ષિત "પણ શું કર્યું તમે એ કહો ને ?" રાધા