દોસ્તી પ્રેમ અને જિંદગી

(55)
  • 3.2k
  • 5
  • 737

દોસ્તી પ્રેમ અને જિંદગી @ વિકી ત્રિવેદી કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે! - બેફામ "તું આવવાનો છે કે નહિ એ ફાઇનલ બોલને ?" પાયલે ત્રીજી વાર પૂછ્યું, "આવવાનો હો તો વાત કર નહિતર હું ફોન મુકું છું રવિ." તે કંઈક નારાજ થઈને બોલી. આખરે મારે કહેવું પડ્યું, "હું તો અમસ્તો જ તને હેરાન કરતો હતો પાયલ હું આવવાનો છું જ." "ઓહ ધેટ્સ ગ્રેટ હું હમણાં જ કુમારને કહું છું." કહી એણીએ ફોન મૂકી દીધો. કુમારપાળને પાયલ લગન પછી કુમાર કહેતી. મારુ તો શી ખબર એ શું શું કહેતી. ક્યારેક રવિયો ક્યારેક