વળ્યો પાછો

(25)
  • 2.9k
  • 3
  • 758

જ્યારથી આ દુનિયામાં માનવીનું સર્જન થયું છે ત્યારથી દરેક મનુષ્યમાં બે વૃતિઓ વચ્ચે ખેંચતાણ ચાલુ રહ્યુ છે. એક ઈશ્વરીય વૃતિ અને બીજી શેતાની વૃતિ. મનુષ્યનું હૃદય બે જુદી-જુદી દિશાઓ સારું-ખરાબ,સ્વાર્થ- પરોપકાર,બુરાઈ-ભલાઈ, પાપ-પુણ્ય, સુકૃત્ય-દુષ્કૃત્ય, સત્ય- અસત્ય, અંધકાર-પ્રકાશ વગેરે વચ્ચે તણાતું રહ્યું છે. કોઈ એવો માનવ નહિ મળે કે જેના દિલ પર આ બંનેની અસર ના થઇ હોય. આ બંને માર્ગો માનવને પોતપોતાની ભણી ખેંચતા રહે છે, આકર્ષાતા રહે છે. તેમાં જે વૃતિનું જોર ઝાઝું, જેને વધુ પોષણ મળે એ મજબૂત બને અને માનવી તે વૃતિ ભણી ખેંચાઈ જાય. રાજનના જીવનમાં તે દિવસે બરાબર આવું જ બન્યુ હતુ. તે દિવસનું પ્રભાત રાજનના