આશા...

(36)
  • 4.7k
  • 8
  • 1.6k

બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો આશા પોતાના રૂમમાં એકલી બેઠી જૂની યાદો મા ખોવાઈ ગઈ. આશા વીસ વષૅ ની જ હતી અને એના લગ્ન પિયુષ જોડે નક્કી કર્યાં . આશા ને એક મોટો ભાઈ અને આશા નાની હતી આશા ને પપ્પા બહુ જ વહલા હતા. આશા નાના ગામમાં મોટી થયેલી. એને બારમા ધોરણ પાસ કયુઁ હતુ . અમદાવાદ આશા ના પપ્પા કોઈ સગા ધ્વારા બતાવેલ છોકરો જોવા ગયા હતા. પપ્પા ને (પિયુષ) ગમી ગયો એમણે ઘેર આવી વાત કરી છોકરો દેખાવે સારો છે. પપ્પા અને ભાઈ હા પાડી ને જ આવ્યા હતા. આશા માટે પિયુષ નો ફોટો લેતા આવ્યા હતા. આશા એ ફોટો જોયો લાંબા વાળ કપાળે રૂમાલ બાધેલો દેખાવે સારો હતો.