એક જમાના થા.....!

(64)
  • 2k
  • 9
  • 774

અમારે તો આવો એક કિસ્સો નજરે થયેલો. વિરમા રબારીની વહુ કેસી થોડી સામાબોલી હતી ને વિરમાની મા અણસી હતી કડક. કેસી સામી થઈ જતી એટલે અણસીમાને વાત ચગાવવી પડતી કેમ કે કેડો મૂકી દે તો પેલી માથે ચડી જાય. પછી બંને સામ સામી ભીડાવતી. એમાં પછી બેય ઘણીવાર તો એવી ભેંકડા તાણતી કે વિરમાને સમજાતું જ નહીં કે આ રડતા રડતા શુ બોલે છે ? મુઈ તું આવી તે દી'ની મારે દિવાહળી મેલોણી ( દીવાસળી મુકાઈ ) હે. ડોશી કહેતી તો સામે કેસી બમણા જોરથી બોલતી, ને તમેં જીવતા તો આ દિવાળી મટવાની ય નથી...... હોળી કાયમ રહેવાની હોવે.....