ખાટો મીઠો માથા નો દુઃખાવો

(18)
  • 3.4k
  • 3
  • 553

કોલેજ ના પેહલા સેમસ્ટર ના ત્રીજા દિવસ થી જે તારી વાતો અને નખરા જે જોયા છે અને સાંભળ્યા અને ઉઠાવ્યા છે એ હું જ જાણું છું. પણ મને એ બધું કરવા માં ખુશી મળતી અને હજુ મળે છે. એ દિવસે દિવસે પેહલી વખત તને જોઈ મને તારા પ્રત્યે એવું કોઈ ખાસ આકર્ષણ નહતું થયું પણ કોલેજ ના ચોથા સેમસ્ટર માં જ્યારે અમે પેલાં નેચર કેમ્પમાં ગયા હતા અને તું નહતી આવી એ દિવસે મને એહસાસ થયો હતો કે તું મારી માટે કેટલી મહત્વ ની છે. તારા વિના ની દરેક વાત અધૂરી લાગતી અને તારી સાથે ની એક એક ક્ષણ પૂર્ણ લાગતી. એ દિવસે મને પેહલી વખત પ્રેમ નો એહસાસ થયો હતો.