અજાણ્યા પ્રદેશમાં

(18)
  • 1.6k
  • 3
  • 494

હસતી હસતી તે પોતાની ગીફ્ટ અમને બતાવતી હતી. પર્સ, કપડાં, ચોકલેટ, ચૂડીઓ, ઘડિયાળ, ફૂલો વગરે…. અમે પણ ક્યાં દુનિયા જોઈ હતી જે ખબર પડે કે ગીફ્ટ પણ માધ્યમ હોય દેહ સુધી જવા માટે. એક દિવસ રિદ્ધિ અમીને અને મને મળીને ઢીંગલી માફક તૈયાર થઈને હસતી હસતી ચાલી ગઈ હતી. વિકાસ અને તે બંને આજે ખાસ મળવાના હતાં. એ કહેતી હતી કે વિકાસનો આજે બર્થડે છે. બાગ-બગીચા ખુંદતા તેઓ જઈ ચડ્યા દૂર રસ્તાઓ પર. એક વિરાન જગ્યા પર બંને એકબીજાની બાહોમાં બાહો નાખી બેઠા હતાં, આંખોનું તારામૈત્રક રચાયું હતું. વિકાસનો હાથ ધીરે ધીરે રિદ્ધિના શરીર પર આગળ વધવા લાગ્યો. રિદ્ધિને થોડું અજીબ અને અજુગતું લાગ્યું. તેણે તેનો હાથ પકડી, તેને ચૂમી અને કહ્યું…